હે ચંદ્ર મૌલી વિનવું તમને બેઉ કર જોડી,
આપો સેવા તમારી ચરણે વસાવી,
કાં તો પ્રેમ થી આંગણે પધારી.
દયા કરો હે ત્રિપુરારી ના કરો મને નોધારી,
તમારું કરુણા હસ્ત મુજ માથેથી ઉપાડી,
તમ વિના હવે ક્ષણભર નહીં ચાલે હે ડમરુધારી.
કૃપા કરો હે ત્રિશૂળધારી હવે વ્યાધિ ટાળો મારી,
મારું જીવન કરો સુખકારી,
વિનવે તમને લાડકી તમારી.
હે ચંદ્ર મૌલી વિનવું તમને બેઉ કર જોડી,
આપો સેવા તમારી ચરણે વસાવી,
કાં તો પ્રેમ થી આંગણે પધારી.