આવો આવો ભોળાનાથ,
માં ઊમિયા અને ગણપતિ ને,
લાવો તમારી સાથ,
મેં તો બાજોઠ ઢળ્યાં.
બાજોઠ ઢળી જોઉં તમારી વાટ,
ગિરિરાજ કેરા દિકરી- જમાઈ ને,
પ્રિતે આવકારું તમે દૌહિત્ર લાવો સાથ
મેં તો બાજોઠ ઢળ્યાં.
ભંગ- ધતૂરો જમી થાક્યાં હશો,
શીરો પૂરી કે બર્ફી પેંડા,
કહેશો તે રાંધી જમાડું આજ,
મેં તો બાજોઠ ઢળ્યાં.
૫૬ ભોગ મેં મારાં હાથે રાંધ્યા,
જમો જામો ને મારાં નાથ,
માં ઊમિયા અને ગણપતિ ની સાથ,
મેં તો બાજોઠ ઢળ્યાં.
જમ્યાં પછી હું તો ઢોલિયો ઢાળી,
પ્રેમે પથારી કરું મારાં નાથ,
તમે કરજો ને આરામ,
મેં તો બાજોઠ ઢળ્યાં.