આજે પૂજા-પાઠ કર્યાં પછી ફોન હાથમાં આવતાં જ એક આનંદ નાં સમાચાર મળ્યાં. ગુજરાતી સાહિત્ય નું મોઘામુલું ઘરેણું કહી શકાય એવાં કવિ શ્રી તુષાર શુક્લ સાહેબ ને પદ્મ શ્રી એવોર્ડ એનાયત થશે. આવાં શુભ પ્રસંગે સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન અને સાહિત્ય ક્ષેત્રે એમનાં પ્રદાન ને માન આપવા બદલ કેંદ્ર સરકાર ને ખૂબ ખૂબ આભાર.
પણ મારા મનમાં એક સવાલ આવે છે કે એક ક્ષેત્રે નામના મેળવનાર સન્માનિત થયા છે તો બહુમુખી પ્રતિભા નાં ધની એવાં મારાં ગુરુવર્ય શ્રીમાન અરવિંદભાઈ બારોટ સાહેબને આવાં સન્માન ક્યારે મળશે? શું એમનું નામ સરકાર સુધી પહોંચાડવા વાળું કોઈ નથી?