ઉંઝા નું મંદિર છોડી આવો ઊમિયા માવડી
લાડકડી તમને સાદ કરે
આવીને દર્શન દેજો મારી માવડી
નિંદર મારી મને હેરાન કરે
મનડું મારું તમને યાદ કરે
આવીને માવડી નિંદર મારી સંભાળો હવે
માથું મારું ખોળે લઇને
વ્હાલથી હાથ ફેરવજો મારી માવડી
સાંચા સમયે સુવડાવી દેજો
સાંચા સમયે જગાડજો મારી માવડી
આવી વિનંતી ‘કલ્યાણી’ તમને વારંવાર કરે
આશા રાખું છું વિનંતી મારી તૂં કને ધરે
ઉંઝા નું મંદિર છોડી આવો ઊમિયા માવડી
લાડકડી તમને સાદ કરે
આવીને દર્શન દેજો મારી માવડી